કેશોદ માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન - ગુજરાત ખેત ઉત્પાદન બજાર અધિનિયમન
જૂનાગઢઃ ગુજરાતની 224 બજાર સમિતીઓ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ દર્શાવવા કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત ખેત ઉત્પાદન બજાર અધિનિયમનની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સ્થાપના કરવામાં આવી હતી. જેથી ખેડૂતોને આર્થિક લાભ સાથે વેપારીઓના ભાવોમાં નિયંત્રણ હતું. આ બાબતે વટહુકમ 2020માં 26 સુધારા કરવામાં આવતાં ખેડૂતોને અને કર્મચારીઓને નુકસાન થવાની શક્યતા છે.