જૂનાગઢ મનપાની વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ - પેટા ચૂંટણીની મતગણતરી શરૂ
જૂનાગઢ: મનપા વોર્ડ નંબર ત્રણ પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ હઇ છે.જૂનાગઢ મનપા વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણી બાદ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.પ્રાથમિક તારણો અનુસાર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હોવાની વિગતો મળી રહી છે.જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ત્રણમાં યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે 9:00 કલાકે મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ ટેબલ પર 17 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી છે.મત ગણતરીના પ્રારંભિક રુજાન મુજબ ભાજપના ઉમેદવાર હાલ પાતળી સરસાઇથી આગળ ચાલી રહ્યા છે. બે મહિના અગાઉ જૂનાગઢ મનપાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જ્યારે ભાજપના ચાર પડી કે એક ઉમેદવારની ઉમેદવારી પત્ર ત્રણ સંતાનો હોવાને કારણે રદ્દ થયું હતું જેને લઈને ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસ માટે સારા સમાચાર હાર જીત કરતાં પણ એ માનવામાં આવી રહ્યા છે કે તેમનો ઉમેદવાર સંવેદનશીલ અને બાહુબલી ગણાતા ઉમેદવારો સામે ચૂંટણી જંગમાં ભાજપ ને ટક્કર આપીને ચૂંટણી જંગમાં જોવા મળ્યા હતા.