માંગરોળમાં નાગરિકતા બિલના વિરોધમાં બંધના એલાનને મળ્યો મિશ્રપ્રતિસાદ - citizenship bill
માંગરોળ: શહેરમાં બંધના એલાનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં નાગરિકતા બિલના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે, આ બંધને માંગરોળમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત બંધ દરમિયાન માંગરોળમાં પોલીસની સઘન સુરક્ષા વધારવામાં આવી છે. તેમજ મેઈન ચોક સહીત દુકાનો ખુલ્લી અને ધંધા રોજગાર યથાવત જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, S.P તેમજ બે dysp. તથા 5 PSI સહીત માંગરોળના સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ચાંપતો જાપ્તો રાખી સતત પેટ્રોલીંગ કરી સુંદર કામગીરી બજાવાઈ છે.