અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ફરી ઉપયોગી બનશે - આર્ટ ગેલેરી
અમદાવાદઃ મહાનગર પાલિકાને આખરે 3 વર્ષ બાદ આર્ટ ગેલેરીના સંચાલન માટે ટેન્ડર કરવામાં સફળતા મળી છે. કોર્પોરેશન દ્વારા વાઈડેન્ગલ સિનેમા એસજી હાઇવે પાસે જોધપુર આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. ગેલેરી બનાવ્યા અને લગભગ પાંચ વર્ષ કરતાં વધુ સમય થયો છે. શરૂઆતમાં એક સંસ્થા દ્વારા એક વર્ષ માટે તેનું ટેન્ડર અને સંચાલન કરવામાં આવ્યું હતુ. પરંતુ ત્યારબાદ 3 કરવા છતાં પણ તેના સંચાલન માટે કોઈ પાર્ટી રસ દાખવતી નહોતી અને આથી આ ગેલેરીનો ઉપયોગ થઈ શકતો ન હતો. થોડા સમય પહેલાં ફરી ટેન્ડર કરવામાં આવ્યું. જેમાં એક લાખની કિંમત નક્કી કરવામાં આવી હતી. જેની સામે ત્રણ લાખની ઓફર આવી છે અને આથી ગેલેરીનું સંચાલન નીડ ફાઉન્ડેશનને સોંપવામાં નિર્ણય લેવાયો છે.