જામનગરમાં સંગઠન પર્વ સંરચના કાર્યશાળા નિમિત્તે જીતુભાઇ વાઘાણીએ કાર્યકર્તાઓ સાથે કર્યો સીધો સંવાદ - કૃષિ પ્રધાન આર.સી ફળદુ
જામનગર: શહેરમાં ગુરુવારના રોજ સવારે 11.3પ કલાકે સંગઠન પર્વ સંરચના કાર્યશાળા નિમિત્તે જીતુભાઇ વાઘણી પધાર્યા હતા. જામનગરમાં અટલ ભવન ખાતે ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી વિવિધ સૂચન કર્યા હતાં. આ બેઠકમા સાંસદ પૂનમ માડમ, કૃષિ પ્રધાન આર.સી ફળદુ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ જામનગર ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકાના કાર્યકર્તાઓ સંગઠન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતાં. જીતુભાઈ વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં સામેલ નવા કાર્યકર્તાઓને પણ આવકાર્યા હતા અને ભવન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.