જીતુ વાઘાણીએ વડોદરાના વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી - ગણેશ મહોત્સવ
વડોદરાઃ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીતુ વાઘાણીએ શહેરના વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા. વાઘાણીએ ગોરવા, માંજલપુર, છાણી વિસ્તારોમાં ગણેશ મહોત્સવમાં હાજરી આપી ભક્તિનું રસપાન કર્યુું હતું.