ઝારખંડ ચૂંટણીમાં જીત બાદ પાલડી કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા ઉજવણી - અમદાવાદમાં ઉજવણી
અમદાવાદઃ ઝારખંડ વિધાનસભાના પરિણામો જાહેર થયા. જેમાં ઝારખંડમાં ભાજપને નિરાશા સાંપડી. જ્યારે કોંગ્રેસસ અને તેના સહયોગી પક્ષનો ભવ્ય વિજય થયો છે. જેના કારણે મૃતઃપ્રાય થયેલી કોંગ્રેસ ફરી આશાના કિરણ સાથે જોશમાં દેખાઈ રહી હતી અને આ માટે પાલડી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં ફટાકડા તેમજ આતશબાજી કરીને ઝારખંડમાં થયેલી જીતનો જશ્ન મનાવાયો હતો.