પોરબંદરમાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાએ લીધી દરિયાકાંઠા વિસ્તારની મુલાકાત - babu bakhoria
પોરબંદરઃ વાયુ વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દરિયાકિનારાના વિસ્તારમાં હાલ કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા, ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા તથા સાંસદ રમેશભાઇ ધડુક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દરિયાકિનારે રહેતા લોકોની મુલાકાત લીધી હતી. તેમજ દરિયાકિનારાની સ્થિતી અને સુરક્ષા વ્યવસ્થા વિશે તપાસ કરી હતી. વધુમાં તેમણે લોકોને હિંમત આપતા કહ્યું હતું કે, હવે ગભરાવાની જરૂર નથી, ખતરો પણ ઓછો થઇ રહ્યો છે.