પિતાને મુખાગ્નિ આપ્યા બાદ જયેશ રાદડિયા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા - વિઠ્ઠલ રાદડિયાના અંતિમ સંસ્કાર
રાજકોટઃ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારના રોજ નિધન થયું હતું. જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આજે મંગળવારના રોજ જામકંડોરણામાં તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રા નીકળતા સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. વરસતા વરસાદમાં હજારો લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. વિઠ્ઠલભાઇના પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપી હતી. મુખાગ્નિ બાદ જયેશ રાદડિયા ભાવુક થતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. ત્યારે પુત્રની અશ્રુભીની શ્રદ્ધાજંલિ સાથે વિઠ્ઠલભાઇ રાદડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.