રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી બિનહરીફ યોજવાનો પ્રયાસ: જયેશ રાદડિયા - Bank
રાજકોટ: રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજકોટના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આગામી 26મી જુલાઇના રોજ રાજકોટ જિલ્લા બેન્કની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની પેનલે ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા બેંકની 17માંથી 15 બેઠકો બિનહરીફ યોજાનાર છે, ત્યારે સહકારી ક્ષેત્રે ચૂંટણીને લઈને ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટ જિલ્લા બેંકના ડાયરેક્ટર જયેશ રાદડિયા છે.