ગોંડલમાં શ્રીમદ્ ભાગવત કથામાં ક્રિકેટર્સ ભક્તિમય બન્યા, જુઓ Video - રમેશભાઈ ઓઝા
રાજકોટઃ ગોંડલના કાશીવિશ્વનાથ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે પૂજ્ય હરીચરણદાસજી બાપુની નિશ્રામાં અષ્ટોતર શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર રમેશભાઈ ઓઝા બીરાજીને કથાનું રસપાન કરાવી રહ્યાં છે. આ કથાના મુખ્ય યજમાન ચેતેશ્વર પૂજારા છે. જેમાં આજ રોજ આઠમાં દિવસે કથાનું રસપાન કરવા માટે ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ તેમના બહેન સાથે આવ્યા હતા અને ક્રિકેટરોમાં ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ સહિતના ખેલાડીઓ ભક્તિમય રંગે રંગાઈ ગયા હતાં.