જનતા કરફ્યૂમાં પંચમહાલ જિલ્લો સજ્જડ બંધ - janta curfew successful in panchmahal
પંચમહાલઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાં વાઈરસનો વ્યાપ વધી રહ્યો છે. જેને લઈ ભારતમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત દેશમાં આ કોરોનાનો વ્યાપ ન વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે જનતા કરફ્યુનું આહવાન કરાયુ હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ મોટા ગામડાઓ ભારત દેશને આ કોરાના વાઈરસના ભરડામાંથી બચાવવા માટે સ્વયંભૂ જનતા કરફ્યુનું સમર્થન કર્યું હતું. જેમાં નાની લારી સહિત મોટી દુકાનો સહિત તમામ લોકોએ જનતા કરફ્યૂનું સમર્થન કર્યું હતું. જનતા કરફ્યૂના પગલે શહેરો અને ગામડાના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.