ગુજરાત

gujarat

ETV Bharat / videos

જનતા 'કરફ્યૂ'માં ખેડા સજ્જડ બંધ, 'કેર ફોર યુ' માટે લોકોની સ્વૈચ્છીક ઘરબંધી - જનતા 'કરફ્યુ'માં ખેડા સજ્જડ બંધ, 'કેર ફોર યુ' માટે લોકોની સ્વૈચ્છીક ઘરબંધી

By

Published : Mar 22, 2020, 12:14 PM IST

Updated : Mar 22, 2020, 12:34 PM IST

ખેડાઃ કોરોના વાઇરસ સામે વડાપ્રધાન દ્વારા આજરોજ કરવામાં આવેલા જનતા કરફ્યૂને ખેડા જિલ્લામાં વ્યાપક સમર્થન સાંપડ્યું છે. સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સંપૂર્ણ બંધ રહ્યા છે. આજરોજ વહેલી સવારથી જ તમામ બજારો સહીત વાહન વ્યવહાર તેમજ અવરજવર બંધ રહી છે. લોકો પોતાના ઘરોમાં રહી કરફ્યૂને સમર્થન કરી રહ્યા છે. જિલ્લામાં તમામ એસટી બસ ડેપોની બસોના રૂટ બંધ રહ્યા છે. જિલ્લાવાસીઓ કોરોના સામેની લડતમાં તંત્રને વ્યાપક સમર્થન આપી રહ્યા છે. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તકેદારી અને સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ પણ સજ્જ કરવામાં આવી છે.
Last Updated : Mar 22, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details