જેતપુર ટોલ પ્લાઝામાં પણ જનતા કરફ્યૂ ,ટોલ પ્લાઝા પર 90% વાહન વ્યવહાર બંધ - news in Corona Virus
રાજકોટ: ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર આવેલા ભરૂડી ટોલ પ્લાઝા અને જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પર દર 1 કલાકે આશરે 1,400થી 1,500 વાહનો પસાર થાય છે, જયારે જનતા કરફ્યૂને લઈને આ અવર-જવરમાં 90% ટકા ઘટાડો જોવા મળ્યો છે. ટોલ પ્લાઝના તમામ કર્મચારીઓને તકેદારીના પૂરેપૂરા પગલા લેવા મોઢા પર માસ્ક અને હાથ વારંવાર સાફ કરવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત દર 3 કલાકે ટોલ પ્લાઝા બિલ્ડિંગને સેનીટાઈઝર કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને દેશવાસીઓને કોરોના વાઇરસને લઈને જનતા કરફ્યૂની અપીલને જાણે વાહનચાલકોએ પણ સ્વીકારી હોય તેમ લોકો સ્વયંભૂ પોતાના ઘર બહાર નીકળ્યા નહોતા. જેની અસર નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા ઉપર જોવા મળી હતી.