જન્માષ્ટમી નિમિત્તે ગોધરામાં શિવલિંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર
ગોધરા: જિલ્લા ખાતે આવેલ શિવ મંદિરે જનમાષ્ટમીનાં પાવન દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શિવાલયોનો શૃંગાર કરવામાં આવ્યો છે. આજરોજ આઠમના પાવન પર્વ નિમિત્તે ગોધરા ખાતે આવેલ અંકલેશ્વર મહાદેવ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ શિવાલયને શણગારવામાં આવે છે. આ વર્ષે આ શિવાલયમાં અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં અમરનાથ ગુફાનું નિર્માણ કરી બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. ગુફાના માર્ગમાં બરફ રાખવામાં આવ્યો હતો. જેથી ભક્તો અમરનાથ મહાદેવ જેવું વતાવરણ અનુભવી શકે. ખાસ કરીને જનમાષ્ટમીના પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ આ અમરનાથ મહાદેવ શિવલિંગનાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી છે.
Last Updated : Aug 24, 2019, 10:08 PM IST