જન્માષ્ટમી નિમિત્તે ખેડા જિલ્લામાં લોકમેળાની રમઝટ
ખેડાઃ જિલ્લામાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ સ્થળોએ પરંપરાગત આઠમનો લોકમેળો યોજાયો હતો. લોકોએ મંદિરોમાં દર્શનની સાથે મેળાની મોજ માણી હતી. નડિયાદ સહિતના વિવિધ સ્થળોએ મટકીફોડ, ભજન, કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોરમાં વર્ષોની પરંપરા મુજબ ગ્રામ્ય વિસ્તારોના જાણીતા મંદિરોએ આઠમના મેળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચુણેલ, મહુધા અને ઠાસરામાં પણ લોકમેળાની રમઝટ જોવા મળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણતાં જોવા મળ્યા હતા. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.