પાટણમાં જન્માષ્ટમી તહેવારની ઉજવણી કરાઈ - celebrations-in-patan
પાટણઃ જિલ્લામાં જન્માષ્ટમી તહેવારને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. શહેરનાં વિવિધ કૃષ્ણ મંદિરોમાં સવારથી જ દર્શન માટે લોકોનો ભારે જનમેદની ઉમટી હતી. હિંગળાચાચાર ચોક ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મટકી ફોડનો ઉત્સવ મનાવવામાં આવશે ત્યારે પાટણમાં પણ કૃષ્ણ મંદિરમાં નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. પાટણ પંથકમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી. ઠેર ઠેર મટકી ફોડનાં કાર્યક્રમો યોજાયાં હતાં.
Last Updated : Aug 25, 2019, 7:21 AM IST