જનતા કરફ્યૂ : જામનગરવાસીઓનો ઉમદો પ્રતિસાદ.....લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો - covid-19
જામનગર : વડાપ્રધાને જનતા કરફ્યુનો એલાન કર્યું છે. જેને લઇને શહેરમાં તમામ માર્ગ પર લોકોની આવન-જાવન જોવા મળી રહી નથી. શહેરની મોટી તમામ બજારોમાં દુકાનદારોએ સ્વયંભુ બંધ પાડયો છે. જયારે આ તકે જનતા કર્ફ્યુના પગલે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. જામનગરના 24 કલાક લોકોથી ધમધમતા લાલ બંગલા વિસ્તારમાં હાલ એક પણ વાહન કે એક પણ માણસ જોવા મળતો નથી. ખાસ કરીને કોરોનાને આગળ વધતો અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવી છે, અને સ્વયંભુ બંધ પાડયો છે.
Last Updated : Mar 22, 2020, 11:58 AM IST