ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવજાત શિશુના મોત મામલે જામનગર મહિલા કોંગ્રેસ મોરચાએ આપ્યું આવેદનપત્ર - Jamnagar Women Congress Front files application for death of infants

By

Published : Jan 7, 2020, 11:57 PM IST

જામનગરઃ રાજસ્થાનમાં નવજાત શિશુના મોતનો ચોંકાવનારો આંકડો બહાર આવતા ગુજરાતમાં પણ વિવિધ હોસ્પિટલોમાં નવજાત શિશુના મોતના આંકડા બહાર આવી રહ્યા છે. ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં એક વર્ષમાં 435 જેટલા બાળકોના મોત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જેથી કોંગ્રેસ મહિલા સંગઠન દ્વારા હૉસ્પિટલના ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ છે કે, ગર્ભવતી મહિલાઓને પૂરતું પોષણ મળે અને સરકારી હોસ્પિટલમાં યોગ્ય પ્રાથમિક સુવિધાઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા દવાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details