વિદેશી ભારતીયોમાં પણ જામનગરના માટીના ગરબાનો ક્રેજ - soil garaba in navaratri
જામનગરઃ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બકી છે, ત્યારે બજારમાં માતાજીના ગરબાની ખૂબ માગ વધી રહી છે. જામનગરના મહાપ્રભજીની બેઠક પાસે આવેલી સોસાયટીમાં રહેતા રમેશભાઇ સંચાણીયા વર્ષોથી માટીના ગરબાની બનાવે છે. જે ખાસ કરીને યુરોપમાં વસતા ભારતીયો જામનગરથી મંગાવે છે, તો મુંબઇ અને રાજકોટમાં પણ જામનગરના માટીના ગરબાની માગ વધુ છે. જેથી દર વર્ષે વિદેશમાં રહેતા ભારતીયોઓને પાર્સલમાં ગરબા મોકલે છે.