જામનગર દુષ્કર્મ કેસઃ સરકારી વકીલે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત
જામનગરઃ હાથરસ દુષ્કર્મ કેસના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ સામુહિક દુષ્કર્મની ઘટના બની છે.જો કે, જામનગર પોલીસે ટૂંક સમયમાં જ દુષ્કર્મ આચરનારા તમામ 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ આ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેથી કોર્ટે આ આરોપીના 9 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે જિલ્લા મુખ્ય સરકારી વકીલ જમન ભંડેરીએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પોક્સો એક્ટ હેઠશ આરોપી સામેના તમામ પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ અગાઉ જામનગર પોક્સો કોર્ટમાં 10થી 15 કેસ ચલાવવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના કેસમાં કડક સજાઓનું એલાન કરવામાં આવ્યું છે.