વડાપ્રધાન મોદીની અપીલને થાળીનાદથી જામનગરના રાજવીએ આપ્યું સમર્થન - જનતા કરફ્યુ
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થાળીનાદની અપીલને માન આપી જામનગરના જામસાહેબ શત્રુશલ્ય સિંહજી દ્વારા તેવોની નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમના નિવાસસ્થાન પર થાળી વગાડી આ પહેલને સમર્થન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ડોક્ટર નર્સ તેમજ પોલીસ જવાનોની કામગીરીને બિરદાવવા માટે દેશભરમાં લોકોએ સમર્થન જાહેર કર્યું છે. ત્યારે જામનગરના રાજવીએ પણ થાળીનાદ કરી સમર્થન કર્યું છે.