ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના ચેલા-2માં ગંદકીના ગંજ, રોગચાળો ફાટે તેવી દહેશત - સફાઈના અભાવે ગંદકી

By

Published : Nov 15, 2019, 2:49 PM IST

જામનગર: તાલુકાના ચેલા ગામમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈના અભાવે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ચેલામાં એફ.સી.આઈ ઘઉંના ગોડાઉન પાસે સ્લમ વિસ્તાર ચેલા પટ્ટી ચેલા 2 વિસ્તારમાં ગંદકી હોવાથી માંદગીના ભય જેવું વાતવરણ ઉભું થયું છે. સ્થાનિકો દ્વારા અવારનવાર અહીં સાફ-સફાઈની રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતા અહીં તેથી વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અહીં મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે. જેના કારણે સ્થાનિકો ડેન્ગ્યુ સહિતના રોગનો ભોગ બને તેવી દહેશત જોવા મળી રહી છે. હાલ જામનગરમાં રાજ્યના સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારોમાં ગંદકી તેમજ સાફ-સફાઈનો અભાવ છે. ત્યાં સર્વેની ઝુંબેશ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details