JEE અને NEETની પરીક્ષા મુદ્દે જામનગરના શહેરીજનોનો પ્રતિસાદ
જામનગર: કોરોના મહામારીની સૌથી મોટી અસર શિક્ષણ પર પડી છે. દેશમાં JEE-NEETની પરીક્ષા કોરોના કાળમાં લેવી જોઇએ કે, નહી તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિ જોવા મળી રહ્યાં છે. JEE-NEETની પરીક્ષાનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. ETV ભારતે આ અંગે જામનગરના પરીક્ષાર્થીઓ અને ડોક્ટર તેમજ શિક્ષણવિદ સાથે વાત કરી હતી. જામનગરના શિક્ષણવિદ ભાનુ દોશીએ ETV ભારતને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ.