જામનગર લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ, JMCએ કરી અધધ...આવક - people
જામનગરઃ જિલ્લાના લોકમેળામાં પ્રથમ દિવસે જ લોકોના ઘોડાપુર ઉમટ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાંચ દિવસ ચાલેલા લોકો મેળામાં અંદાજે 10 લાખથી વધુ લોકો આવ્યા હોવાનો મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ મેળો હજુ અમાસ સુધી ચાલશે. મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં. જામનગર મહાનગરપાલિકાને મેળાના ટેન્ડરમાં 1 કરોડ 35 લાખ રુપિયાની આવક થઈ છે.