ધ્રોલ મર્ડર કેસના આરોપીઓને LCBએ લોકઅપમાં આપી સુવિધા, વીડિયો વાયરલ - Jamnagar
જામનગર: ધ્રોલ ખાતે ચકચારી મર્ડર કેસમાં ધોળા દિવસે ફાયરિંગ કરી દિવ્યરાજસિહ જાડેજા નામના ઇસમની હત્યા કરી હતી. જેના મુખ્ય આરોપી ઓમદેવસિહ જાડેજા અને નરેન્દ્રસિહ જાડેજાને LCB લોકઅપમાં સુવિધાઓ આપવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિલ મીડિયામાં વાઇરલ થયો છે. જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 302ના ગંભીર ગુનાના આરોપીઓને લોક અપમાં આપવામાં આવેલી સુવિધાનો વીડિયો સામે આવતા પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયાં છે.
Last Updated : Sep 22, 2020, 10:46 PM IST