જામનગરમાં બીમારીના નામે હોસ્પિટલમાં ઉઘરાણું કરતો શખ્સ ઝડપાયો - હોસ્પિટલમાં ઉધરાણું
જામનગરઃ શહેરની જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગમાં બીમારીના બહાને રૂપિયા ઉઘરાવતા શખ્સને ફરજ પરના સિક્યોરીટી સ્ટાફે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરની જી.જી.હોસ્પિટલમાં થોડા સમય પહેલા એક બોગસ નર્સ ઝડપાઈ હતી. મંગળવારે ગાયનેક વિભાગમાં હું બીમાર છું અને મને એઇડ્સ છે, તેમ કહી રૂપિયા 200ની લોકો પાસેથી ઉઘરાણી કરતા ઈમરાન કાસમ દરજાદા નામના લીમડા લાઈનમાં રહેતા શખ્સને ફરજ પરના સિક્યોરીટી સ્ટાફે ઝડપી પાડ્યો હતો. તે સમયે શખ્સ નશો કરેલી હાલતમાં પણ હોવાની આશંકા જણાતા તેની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા અંગેની તજવીજ ચાલુ કરાઈ હતી.