લોકડાઉન 4.0: જામનગરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ - lockdown in Gujarat
જામનગરઃ લોકડાઉન-4.0 કાયદો વ્યવસ્થા, પરપ્રાંતીય મજૂરો, બ્રાસ પાર્ટ ઉદ્યોગ અને કોવિડ હોસ્પિટલ પર વાત કરવામાં આવે તો, જામનગરની હોસ્પિટલમાં અત્યારે 22 જેટલા કોરોના સંક્રમણના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 11 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બ્રાસ સિટી તરીકે ઓળખાતા જામનગરમાં મોટાભાગના બ્રાસપાર્ટના કારખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્ટ અને સેનેટાઇઝ ફરજીયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આઠ જેટલી પરપ્રાંતિયોની ટ્રેન યુપી અને બિહાર મોકલવામાં આવી છે.