દુષ્કર્મની વધતી ઘટના સામે લડવા યુવતીઓ શીખી રહી છે સેલ્ફ ડિફેન્સ... - જામનગરમાં મહિલાઓ સેલ્ફ ડિફેન્સ શીખે છે.
જામનગરઃ દેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જામનગરની યુવતીઓ સેલ્ફ ડિફેન્સ માટે કરાટે, જુડોની તાલીમ લઈ વિપરીત પરિસ્થિતિમાં પોતાનો બચાવ કરતાં શીખી રહી છે. આજરોજ યોજાયેલા ખેલ મહાકુંભ ઇનામ વિતરણ કાર્યક્રમમાં યુવતીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું. જેમાં તેમણે પોતાની જાતનો કેવી રીતે બચાવ કરવો તે અંગે માહિતગાર કર્યા હતા.