જામનગરનાં ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જયરાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી - cricketnews
જામનગર: ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જયરાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. પ્રદશન ગ્રાઉન્ડમાં જયરાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ રહી છે. રવિન્દ્ર જાડેજા તેની પત્ની રિવાબા અને પુત્રી સાથે આવ્યા હતા. ટુર્નામેન્ટમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા અને ધારાસભ્ય વિક્રમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા.