જામનગરમાં મુખ્યપ્રધાનને માસ્ક મુદ્દે આવેદનપત્ર આપવા જતા કોંગેસના કાર્યકર્તાની અટકાયત કરાઈ - કોરોનામહામારી
જામનગરમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી આવ્યા હતા. જામનગરમાં પ્રદશન ગાઉન્ડ પાસે કોંગ્રેસના 40 જેટલા કાર્યકર્તાઓ એકઠા થયા હતા. માસ્ક મુદ્દે મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવવા જતી વખતે પોલીસે અટકાયત કરી હતી.પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગીજનોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર માસ્કના નામે લૂંટ ચલાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે માસ્કનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.