જામનગર કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કર્યો અનોખો વિરોધ - કલેકટર કચેરી
જામનગરઃ પેટ્રોલ ડીઝલના રોજ વધતા ભાવથી આમ જનતાની મુશ્કેલીમાં વધારો થવાને કારણે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગરમાં શરૂ સેક્શન રોડ પર સત્યમ પેટ્રોલિયમથી જિલ્લા કલેકટર કચેરી સુધી કોંગ્રેસના કાર્યકરો કારમાં દોરડા બાંધી ખેંચીને લઈ ગયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટરને આવેદન આપે તે પહેલા જ પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરી હતી.