જામનગર કલેક્ટરે ફરી લોકોને કરી અપીલ, ભીડ ન કરો - કોરોના વાઈરસ
જામનગરઃ લોકોને જામનગર કલેક્ટર દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પ્રાપ્ત થશે પરંતુ દુકાનો પર ભીડ ના કરો. સલામત અંતર રાખો અને શેરીના નાકે સોસાયટીઓમાં કે ગલીઓમાં કે સોસાયટીના મંદિરોમાં પણ એકઠા ન થાઓ. આ સાથે જ કલેક્ટરે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.