જામનગર એરપોર્ટ પર સલામતીના ભાગ રૂપે વિદેશથી આવતા મુસાફરોનું કરવામાં આવી રહ્યું છે થર્મલ સ્કેનિગ - કોરોના વાયરસની સારવાર
જામનગરઃ શહેરના એરપોર્ટ પર કોરોનાની દહેશત વચ્ચે હવાઈ મુસાફરી કરનારા તમામ પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ શરૂ કરાયું છે. લોકોની સલામતીના ભાગરૂપે સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો કોહરામ જોવા મળી રહ્યો છે, ત્યારે વિદેશથી આવતા મુસાફરોનું જામનગર એરપોર્ટ પર થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસએ વિદેશમાંથી આયાત થયેલો ગંભીર રોગ છે. ચાઇના, ઇટલી તેમજ યુકે જેવા દેશોમાં હાલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે ત્રણ જેટલા લોકો મૃત્યુ થયા છે, ત્યારે વિદેશથી ભારતમાં કોરોનાનો પગપેસરો ન કરે તે માટે વિદેશથી આવતા તમામ મુસાફરોનું મેડીકલ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ તકે જામનગર એરપોર્ટ પર માસ્ક અને સેનેટાઇઝર મુસાફરોને આપવામાં આવી રહ્યા છે.