જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમ 10 દિવસ વડોદરા ખાતે કરશે પ્રેક્ટીશ
વડોદરા: જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. કાશ્મીરમાં 370 કલમની નાબુદી બાદ ક્રિકેટ કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે જમ્મુ કાશ્મીર ટીમ વડોદરા ખાતે આગામી 10 દિવસ માટે શહેરના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રણજિત સીઝન માટે પ્રેક્ટિસ કરશે. ટીમના કોચ ઈરફાન પઠાણ મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટીમને આગામી 10 દિવસ માટે પ્રેક્ટિસ કરાવશે.