જામકંડોરણામાં ભારે વરસાદને કારણે રિવરફ્રન્ટમાં ઘોડાપૂરની સ્થિતિ - જયેશ રાદડિયા હોમટાઉન
રાજકોટઃ રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં પણ ઠેર-ઠેર સાર્વત્રિક વરસાદ પડતાં તમામ નદી-નાળાંઓમાં નવાં નીર આવ્યા છે. ત્યારે જિલ્લાના જામકંડોરણાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયાના હોમ ટાઉન જામકંડોરણામાં આવેલા રિવરફ્રન્ટમાં ઘોડાપૂર આવ્યું હતું. રિવરફ્રન્ટ પાણીથી છલકાઇ જતા જામકંડોરણાનાં લોકોમાં ખુશી ની લાગણી જોવાં મળી હતી.