જામકંડોરણામાં ભાદર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનાર યુવકનો મૃતદેહ મળ્યો - યુવકનો મૃતદેહ
રાજકોટ: જિલ્લાના જામકંડોરણામાં ચાર દિવસ પહેલા ઘરેથી આત્મહત્યા કરવાનું કહીને ચાલ્યા ગયેલ ગોપાલભાઈ બાલધા નામના યુવકે રાયડીના પૂલ ઉપરથી ભાદર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ બનાવમાં છેલ્લા ચાર દિવસથી ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડના તરવૈયાઓ દ્વારા યુવકની મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. મંગળવારના રોજ યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતાં મૃતક યુવકના મૃતદેહને પાણી બહાર કાઢીને જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. બીજી તરફ મૃતક યુવકે નદીમાં ઝંપલાવીને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.