ગીરના ટુરિસ્ટનું આકર્ષણ જમજીર ધોધમાં પૂરનો નજારો, જુઓ વીડિયો - શીંગોળા નદી
ગીરસોમનાથ: ગીરગઢડા તાલુકામાં આવેલ જમજીરનો ધોધ ગીરમાં પડેલા મૂશળધાર વરસાદના પગલે પ્રચંડ પાણીના પ્રવાહ સાથે વહી રહ્યો છે. શીંગોળા નદી પર આવેલો આ ધોધ ચોમાસાના પૂરના પાણીને વહાવતો હોય ત્યારે જામવાળા ગીરમાંથી જળબંબાકારનો નજારો સામે આવ્યો છે. જેમાં ગીરના પથરાળ પ્રદેશની ભેખડોમાંથી પાણીનો ધોધ વહેતો દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ગીરનું મોટું ટુરિસ્ટ આકર્ષણ ગણાતા આ ધોધમાં છેલ્લા 10 વર્ષમાં 25 જેટલા યુવકોના ડૂબવાથી મોત થયાં છે. જેથી પૂરની પરિસ્થિતિમાં ધોધની નજીક જવાની લોકોને મનાઈ કરવામાં આવી છે. અહીં જતા લોકોને રોકવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
Last Updated : Aug 27, 2020, 9:30 AM IST