ગુજરાત

gujarat

ETV Bharat / videos

જંબુસરના કોંગ્રેસના ધારસાભ્ય સંજ્ય સોલંકીને ટેલીફોનિક ધમકી મળતા ચકચાર - MLA Sanjay Solanki receives telephonic threat

By

Published : Mar 12, 2020, 5:21 PM IST

ભરૂચઃ જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગત સોમવારે રાત્રે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીના મોબાઇલ પર “અમારે રાજકીય પીઠબળ ઘણું છે. તું ગમે તે રાજ્યમાં જઇશ તને ઉડાવી દઇશું.” તેવી ધમકી મળતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ નંબર દક્ષિણ આફ્રિકાનો હોવાનું બહાર આવ્યું છે. કોલ કરનારે હનુમાનજી અને માતાજી વિશે ધાર્મિક લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. ગંદકી સંદર્ભે કેટલાક સ્થાનિકો દ્વારા પ્રશ્નના નિરાકરણ માટે ધારાસભ્ય સંજય સોલંકીને અરજી આપવામાં આવી હતી. જો કે, પ્રશ્નનું નિરાકરણ ન થતાં આ મામલે ધમકી મળી હોવાની તેમણે પોલીસ સમક્ષ શંકા વ્યકત કરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details