જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ પક્ષ પલટા મામલે કરી સ્પષ્ટતા - જંબુસર ધારાસભ્ય
ભરૂચઃ રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની મોસમ જામી છે. ત્યારે આ બધા વચ્ચે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ ભાજપ ગમન કરશે એવી અટકળો વહેતી થઇ હતી. આની વચ્ચે બે દિવસ અગાઉ સંજય સોલંકીએ ફોન પણ ઉપાડવાનું બંધ કરતા આ અટકળોએ વેગ પકડ્યો હતો. ત્યારે આજે સોમવારે સંજય સોલંકીએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોતે કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે. આવું નિવદેન આપી તેમણે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.