ભરૂચ જિલ્લાનું જંબુસર કોરોનાનું હોટસ્પોટ બન્યું, કુલ 22 કેસ નોંધાયા - bharuch news
ભરૂચઃ જિલ્લામાં જંબુસર કોરોનાનું હોટસ્પોટ બન્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે વેપારીઓએ સાત દિવસ સ્વયંભૂ દુકાન બંધ રાખવાનો નિણર્ય લઇ કોરોનાને માત આપવા બ્યુગલ ફૂંક્યું હતુ. ભરૂચ જિલ્લામાં જંબુસર ટાઉન અને પંથક જાણે કોરોનાનું હબ સેન્ટર બની ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. જંબુસર પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 18 કેસ સામે આવ્યા છે, તો અત્યાર સુધી કુલ 22 કેસ નોંધાયા છે. જે જિલ્લાના 20 ટકા કેસ છે. જંબુસરમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો આવતા હવે લોકો પણ જાગૃત થઇ રહ્યા છે. જંબુસરના વેપારીઓએ અનલોકમાં છુટછાટ હોવા છતાં આગામી સાથ દિવસ સુધી દુકાનો સ્વયંભૂ રીતે બંધ રાખવાનો સરહાનીય નિણર્ય લીધો હતો. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ તરફ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને સ્ક્રીનિંગ માટે 140 જેટલી ટીમ જંબુસરમાં ઉતારી દીધી છે અને લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે..