કોરોનાના 4 પોઝિટિવ કેસ આવતા જામ જોધપુર સજ્જડ બંધ - જામ જોધપુર ન્યૂઝ
જામનગરઃ ભારતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે જામ જોધપુરમાં કોરોનાનો પગપેસારો થવાથી તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત જામજોધપુરમાં દૂધ અને મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. જામ જોધપુર તાલુકામાં કોરોનાના કુલ 4 કેસ પોઝિટિવ આવ્યા છે. આ તામમ કેસ મહિલાઓના છે. મળતી માહિતી મુજબ આ તમામ મહિલાઓ અમદાવાદથી મુસાફરી કરીને આવી છે.