વલસાડમાં વિવિધ વિસ્તારોમાં જલારામ જ્યંતીની થઇ ઉજવણી - વલસાડમાં જલારામ મંદિરે યુવાનો દ્વારા રક્તદાન શિબિર
વલસાડઃ સૌરાષ્ટ્રની ધરાના સંત જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ઉજવણી વલસાડ જિલ્લામાં પણ અનેક દેવાલયોમાં કરવામાં આવી. સાથે આરતી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.વલસાડ જિલ્લામાં જલારામ બાપાની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.પારડી નજીક આવેલા ટુકવાડા ગામે મોટા ધોડિયા વાડ ફળીયામાં આવેલા જલારામ બાપાના મંદિરે સવારે ઉજવણી કરાઈ હતી. ડુમલાવ ગામે દેસાઈ ફળીયામાં આવેલા જલારામ મંદિરે યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરીને અનોખી રીતે જન્મ જ્યંતી ઉજવણી કરાઇ હતી.