વીરપુર જલારામ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકાયા - Gadipati Raghurambapa
રાજકોટઃ કોરોના મહામારીને કારણે જિલ્લાના વીરપુરનું પૂજ્ય જલારામબાપાનું મંદિર દર્શનાથીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હાલ દર્શનાથીઓ માટે ગુરુવારથી મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વીરપુર ખાતેના જલારામ મંદિર દ્વારા સરકારી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન સાથે શ્રદ્ધાળુઓ માટે 8 ઓક્ટોબરથી મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા કરવામાં આવ્યો હતો. પૂજ્ય શ્રી જલારામ બાપાના દર્શન માટે સરકારી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનેટાઈઝેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓએ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. બાપાના દર્શન સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી થઈ શકશે.