મોરારીબાપુ પર થયેલા હુમલાને પગલે જાફરાબાદ તાલુકા ભાજપના મહામંત્રીએ આપ્યું રાજીનામું - જાફરાબાદ
અમરેલી : મોરારીબાપુ ઉપર પબુભા દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઇને જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રી તુષાર ત્રિવેદીએ હોદા પરથી રાજીનામું ધરી ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા મામલે જાફરાબાદ મામલતદારને આવેદન આપ્યું છે. તેમજ તાકીદે પગલા લેવા જણાવ્યું હતું. મોરારીબાપુની આ ઘટનાને લઈને સમગ્ર રાજુલા જાફરાબાદ મહુવા વિસ્તારના લોકો અતિ ચિંતિત છે.