ભાવનગરમાં વહેલી સવારે શીપ-બ્રેકર અને વેપારીઓને ત્યાં ITના દરોડા - bhavnagar news
ભાવનગરઃ શહેરના માધવહિલ, લીલ એફસી અને સ્વરાં કોમ્પ્લેક્સ સહિતમાં આવેલી શીપ-બ્રેકર અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં વહેલી સવારે IT વિભાગ ત્રાટક્યું હતું. પોલીસ કાફલા સાથે ઓફિસોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અગાઉ કોઈ શીપ-બ્રેકર એક કરોડનો હિસાબ નહી આપતા IT વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જાણીતા શીપ-બ્રેકરોમાં સંજય મહેતા, હિતેશ મહેતા અને નાઝીર નામના શીપબ્રેકર સહીત અનેક વેપારીઓ જે શીપબ્રેકર સાથે સંકળાયેલા હોઈ તેવા વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા. પોલીસ સાથે IT વિભાગે તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં આઈટી વિભાગના દરોડા પડતા શીપબ્રેકરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.