રાજકોટ રેન્જમાં દીપડો દેખાયો હોવાની વાત અફવા: વનવિભાગ - રાજકોટ વન વિભાગના સમાચાર
રાજકોટ: રાજકોટ રેન્જમાં દીપડો હોવાની વાત વાયુ વેગે ફેલાતા રાજકોટ વન વિભાગ સતર્ક થયું છે. રાજકોટના બામણબોર વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે વન વિભાગ દ્વારા રાજકોટ રેન્જમાં દીપડો દેખાયો હોવાની વાતનો સત્તાવાર રદિયો આપ્યો છે. કોઈ અજાણ્યાં ઈસમ દ્વારા લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનું રાજકોટ વનવિભાગના અધિકારી દ્વારા જણાવાયું છે. જો કે, રેન્જમાં દીપડો દેખાયો હોવાની વાતને વન વિભાગે ગંભીરતાથી લીધી છે. તેમજ બામણબોર વિસ્તારમાં ગ્રામજનોને એલર્ટ કરાયા છે. તેમજ વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે.