ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરમાં ISRO દ્વારા અંતરીક્ષ કાર્યક્રમ પ્રદર્શનનું આયોજન કરાયું - Porbandar news

By

Published : Jan 8, 2020, 5:34 PM IST

પોરબંદર: ISRO સંસ્થા દ્વારા મિશન મંગલ અને ઉપગ્રહ લોન્ચિંગમાં સફળતા બાદ અનેક વિદ્યાર્થીઓ ઉત્સાહિત હોય છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવું છે, પરંતુ કઈ રીતે બનવું એ ખ્યાલ હોતો નથી. આ માટે વિદ્યાર્થીઓ ઈસરો સંસ્થા વિશે જાણે, સમજે અને ભવિષ્યમાં કામ કરીને સફળતા મેળવે તે હેતુસર પોરબંદરની સેન્ટમેરી સ્કૂલ ખાતે તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ ઈસરો સંસ્થા અને સેન્ટમેરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંતરીક્ષ કાર્યક્રમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના સેટેલાઈટ લોન્ચિંગના કાર્યક્રમો આ ઉપરાંત વૈજ્ઞાનિકોની અને એસ્ટ્રોનોમર્સની માહિતી આપવામાં આવી હતી. પોરબંદર આસપાસના સ્કૂલના વિદ્યાર્થીઓ તથા લોકોએ આ પ્રદર્શનમાં અદભૂત સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિશે વિશેષ માહિતી મેળવી હતી અને ઈસરો સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા આ તમામ માહિતી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details