છોટાઉદેપુરમાં તૈયાર કરાયેલા આઈસોલેશન વોર્ડની જિલ્લા કલેકટર અને DDOએ મુલાકાત લીધી
છોટાઉદેપુર: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસને લીધે રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ સજ્જ છે. ત્યારે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલાશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેની જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી અને આરોગ્ય વિભાગને સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમાં 25 જેટલા શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી છે. જે પેકી 14ને રજા આપી દેવામાં આવી છે અને બાકીનાને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. નાગરિકોને પણ સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. કોઈ શંકાસ્પદ જણાય તો તંત્રને જાણ કરી સાથ સહકાર આપવાનું જણાવ્યું છે.