રામ મંદિરના શિલાન્યાસ માટે રાજકોટના આચાર્ય પરમાત્માનંદજીને આમંત્રણ - રામ મંદિરના શિલાન્યાસ માટે રાજકોટના આચાર્યને આમંત્રણ
રાજકોટઃ અયોધ્યામાં આગામી 5 ઓગષ્ટના રોજ ભવ્ય રામ મંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે, ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે સમગ્ર દેશના સાધુ-સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટના મુંજકા ખાતે આવેલા આર્ય વિદ્યામંદિરના વર્તમાન આચાર્ય પરમાત્માનંદજીને પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ પાઠવામાં આવ્યું છે. જેથી આચાર્ય પરમાત્માનંદજીએ આમંત્રણ પાઠવવા બદલ વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો.